Skip to content

Commit

Permalink
Adding gu/2024-04/01-02
Browse files Browse the repository at this point in the history
  • Loading branch information
VitalikL committed Sep 30, 2024
1 parent 276377c commit bc6546c
Show file tree
Hide file tree
Showing 106 changed files with 937 additions and 0 deletions.
18 changes: 18 additions & 0 deletions src/gu/2024-04/01/01.md
Original file line number Diff line number Diff line change
@@ -0,0 +1,18 @@
---
title: નિશાનીઓ જે માર્ગ નિર્દેશ કરે છે
date: 28/09/2024
---

### આ સપ્તાહનો શાસ્ત્રાભ્યાસ
યોહાન ૨:૧-૧૧; યોહાન ૪:૪૬-૫૪; યોહાન ૫:૧-૧૬; માર્ક ૩:૨૨, ૨૩; માત્થી ૧૨:૯-૧૪; યોહાન ૫:૧૬-૪૭.

> <p>સ્મૃતિસૂત્ર</p>
> “ઈસુએ પોતાના શિષ્યોની રૂબરૂ બીજા ઘણા ચમત્કારો કર્યા, કે જે [નું વર્ણન]આ પુસ્તકમાં કરેલું નથી. પણ ઈસુ તેજ ખ્રિસ્ત, દેવનો દીકરો છે, એવો તમે વિશ્વાસ કરો; અને વિશ્વાસ કરીને તેના નામથી જીવન પામો, માટે આટલી વાતો લખેલી છે.”(યોહાન ૨૦:૩૦, ૩૧)
યોહાને તેની સુવાર્તા શા માટે લખી? શું તે ઈસુના ચમત્કારો અથવા ઈસુના અમુક ચોક્કસ ઉપદેશો પર ભાર મૂકવા માંગતો હતો? તેણે જે કર્યું તે લખવાનું કારણ શું હતું?

પવિત્ર આત્માની શક્તિ અને પ્રભાવ હેઠળ, યોહાન સમજાવે છે કે શા માટે. તે કહે છે કે ખ્રિસ્તના જીવન વિશે ઘણી બધી વસ્તુઓ લખી શકાય તેમ હોવા છતાં (યોહાન ૨૧:૨૫), તેણે જે વાર્તાઓ શામેલ કરી તે ક્રમમાં લખવામાં આવી હતી “અને વિશ્વાસ કરીને તેના નામથી જીવન પામો, માટે આટલી વાતો લખેલી છે” (યોહાન ૨૦:૩૧).

આ અઠવાડિયે આપણે યોહાનના કેટલાક પ્રારંભિક ચમત્કારોનો અહેવાલ જોવા જઈ રહ્યા છીએ - લગ્નમાં પાણીને દ્રાક્ષારસમાં ફેરવવાથી લઈને, કોઈના ખૂબ માંદા પુત્રને સ્વસ્થ કરવા માટે, બેથેસ્દાના કુંડ પરના માણસને સાજા કરવા સુધી.

યોહાન આ ચમત્કારોને “નિશાનીઓ” કહે છે. તેનો અર્થ શેરીની નિશાની જેવો નથી, પરંતુ એક ચમત્કારિક ઘટના છે જે ઊંડી વાસ્તવિકતા તરફ નિર્દેશ કરે છે: ઈસુ મસીહા તરીકે. આ બધા અહેવાલોમાં, આપણે એવા લોકોના ઉદાહરણો જોઈએ છીએ જેમણે વિશ્વાસથી જવાબ આપ્યો. અને તેમના ઉદાહરણો આપણને એમ કરવા આમંત્રણ આપે છે.
22 changes: 22 additions & 0 deletions src/gu/2024-04/01/02.md
Original file line number Diff line number Diff line change
@@ -0,0 +1,22 @@
---
title: કાનામાં લગ્ન
date: 29/09/2024
---

`યોહાન ૨: ૧-૧૧ વાંચો. કાનામાં ઈસુએ કઈ નિશાની આપી, અને આનાથી તેમના શિષ્યોને તેમનામાં વિશ્વાસ કરવામાં કેવી મદદ મળી?`

ઈસુને પાણીને દ્રાક્ષારસમાં બદલવાનો ચમત્કાર કરતા જોઈને શિષ્યોના ઈસુને અનુસરવાના નિર્ણયની તરફેણમાં પુરાવા મળ્યા. તે કેવી રીતે એક શક્તિશાળી નિશાની ન હોઈ શકે જે તેમને દેવ તરફથી કોઈ હોવા તરીકે નિર્દેશ કરે છે? (તેઓ કદાચ હજુ એ સમજવા તૈયાર ન હતા કે તે પ્રભુ છે.)

મુસા ઈસ્રાએલીઓના આગેવાન હતા, અને તેમણે ઈસ્રાએલને ઘણી "નિશાનીઓ અને અજાયબીઓ" દ્વારા મિસરમાંથી બહાર કાઢ્યા હતા (પુર્નનિયમ ૬:૨૨, પુર્નનિયમ ૨૬:૮). તે, તે જ હતો જેનો ઉપયોગ ઈસ્રાએલને મિસરવાસીઓથી મુક્ત કરવા માટે દેવે કર્યો હતો. (તે એક અર્થમાં તેમનો "તારણહાર" હતો.)

ઈશ્વરે મુસા દ્વારા ભવિષ્યવાણી કરી કે એક પ્રબોધક આવશે જે મુસા જેવો હશે. ઈશ્વરે ઈઝરાયેલને તેમની વાત સાંભળવા કહ્યું ( પુર્ન. ૧૮:૧૫, માત્થી ૧૭:૫, પ્રેરિતોના કૃત્યો ૭:૩૭). તે "પ્રબોધક" ઈસુ હતા અને, યોહાન ૨ માં, ઈસુએ તેમની પ્રથમ નિશાની કરી, જે પોતે મિસરમાંથી ઈસ્રાએલના બાળકોની મુક્તિ તરફ નિર્દેશ કરે છે.

મિસરવાસીઓ માટે નાઈલ નદી મુખ્ય સ્ત્રોત અને દેવતા હતી. નદી પર એક પ્લેગ નિર્દેશિત કરવામાં આવ્યો હતો - તેના પાણીને લોહીમાં બદલવામાં આવેલ. કાનામાં, ઈસુએ એક સમાન ચમત્કાર કર્યો, પરંતુ, પાણીને લોહીમાં ફેરવવાને બદલે, તેમણે તેને દ્રાક્ષારસમાં ફેરવ્યું.

યહૂદી ધાર્મિક વિધિઓમાં શુદ્ધિકરણના હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા છ પાણીના વાસણોમાંથી પાણી આવ્યું હતું, જે ચમત્કારને તારણના બાઈબલના વિષયવસ્તુ સાથે વધુ નજીકથી જોડે છે. પાણીને દ્રાક્ષારસમાં બદલવાની ઘટનાનું વર્ણન કરીને, આ રીતે નિર્ગમનનો ઉલ્લેખ કરીને, યોહાન આપણા તારણહાર તરીકે ઈસુ તરફ ઈશારો કરી રહ્યો હતો.

પર્વના કારભારીએ ઈસુએ આપેલા કહોડાવ્યા વિનાના દ્રાક્ષારસ વિશે શું વિચાર્યું? તે ખરેખર પીણાની ગુણવત્તાથી આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને, ઈસુએ ત્યાં જે ચમત્કાર કર્યો હતો તે જાણતા ન હતા, તેણે વિચાર્યું કે તેઓએ છેલ્લે વહેચવા માટે શ્રેષ્ઠ બચાવ્યો છે.

ગ્રીક શબ્દ ઓઈનોસનો ઉપયોગ તાજા અને આથેલ દ્રાક્ષના રસ બંને માટે થાય છે (જુઓ ધ સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ બાઈબલ ડિક્શનરી, પૃષ્ઠ ૧૧૭૭). એલેન જી. વ્હાઇટ જણાવે છે કે ચમત્કાર દ્વારા ઉત્પાદિત રસ આલ્કોહોલિક ન હતો (જુઓ “એટ ધ મેરેજ ફીસ્ટ, ” ધ ડિઝાયર ઓફ એજીસ, પૃષ્ઠ ૧૪૯). કોઈ શંકા નથી, જે બન્યું હતું તે, જેઓ જાણતા હતા તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

`ઈસુને અનુસરવાના તમારા કારણો શું છે? (આપણને ઘણા આપવામાં આવ્યા છે, ખરું ને?)`
20 changes: 20 additions & 0 deletions src/gu/2024-04/01/03.md
Original file line number Diff line number Diff line change
@@ -0,0 +1,20 @@
---
title: ગાલીલમાં બીજી નિશાની
date: 30/09/2024
---

તેમના પૃથ્વી પરના સુવાર્તા કાર્ય દરમિયાન, ઈસુએ ચમત્કારો કર્યા જેણે લોકોને તેમનામાં વિશ્વાસ કરવામાં મદદ કરી. યોહાને આ ચમત્કારો નોંધ્યા જેથી અન્ય લોકો પણ ઈસુમાં વિશ્વાસ કરે.

`યોહાન ૪:૪૬-૫૪ વાંચો. શા માટે પ્રચારક લગ્નના તહેવારમાં ચમત્કાર સાથે જોડાણ કરે છે?`

ઈસુએ ગાલીલમાં કરેલી બીજી નીશાનીનો અહેવાલ આપતા, યોહાન કાનામાં લગ્ન વખતે પ્રથમ નિશાની તરફ ઈશારો કરે છે.યોહાન કહેતા હોય તેવું લાગે છે, ઈસુએ જે ચિહ્નો કર્યા તે તમને ઈસુ કોણ છે તે જોવામાં મદદ કરશે. પછી, યોહાન ઉમેરે છે, " ઈસુ જ્યારે યહુદિયામાંથી ગાલીલમાં આવ્યા ત્યારે તેઓએ ફરીથી બીજો ચમત્કાર કર્યો." (યોહાન ૪:૫૪).

શરૂઆતમાં, ધનિકની વિનંતી માટે ઈસુનો પ્રતિભાવ કઠોર લાગે શકે છે. છતાં, આ અધિકારીએ તેમના પુત્રના સાજા થવાને ઈસુમાં વિશ્વાસ કરવાનો માપદંડ બનાવ્યો હતો. ઈસુએ તેનું હૃદય વાંચ્યું અને આધ્યાત્મિક માંદગીનો નિર્દેશ કર્યો જે તેના પુત્રની જીવલેણ બીમારી કરતાં વધુ ગહન હતી. વાદળી આકાશમાંથી વીજળીના ચમકારાની જેમ, માણસે અચાનક ઓળખી લીધું કે આધ્યાત્મિક ગરીબી તેના પુત્રનું જીવન ખર્ચી શકે છે.

એ ઓળખવું અગત્યનું છે કે ચમત્કારો, પોતાનામાં અને પોતે, સાબિત કરતા નથી કે ઈસુ મસીહા હતા. બીજાઓએ ચમત્કારો કર્યા છે. કેટલાક સાચા પ્રબોધકો હતા, અન્ય ખોટા. ચમત્કારો માત્ર અલૌકિકના અસ્તિત્વને જ પ્રગટ કરે છે; તેઓનો પોતાનો અર્થ એવો નથી થતો કે દેવ જ તેમને કરે છે. (શેતાન "ચમત્કાર" કરી શકે છે, જો "ચમત્કાર" શબ્દ દ્વારા આપણો અર્થ અલૌકિકના કૃત્યો છે.)

ગૌરવશાળી વ્યક્તિએ દુઃખમાં પોતાની જાતને ઈસુની દયા પર મૂકી, તેના પુત્રને સાજો કરવા તેમને વિનંતી કરી. ઈસુનો જવાબ આશ્વાસન આપનારો હતો. તેણે કહ્યું, “જા; તારો દીકરો જીવશે...." (યોહાન ૪:૫૦) ગ્રીકમાં "જીવશે" ક્રિયાપદ વાસ્તવમાં વર્તમાન સમયમાં છે. આ ઉપયોગને "ભવિષ્યવાદી વર્તમાન" કહેવામાં આવે છે, જ્યાં ભવિષ્યની ઘટનાને એવી નિશ્ચિતતા સાથે કહેવામાં આવે છે કે જાણે તે પહેલેથી જ થઈ રહ્યું હોય. તે માણસ ઘરે દોડી ગયો ન હતો, પરંતુ, ઈસુને માનીને, બીજે દિવસે ઘરે પહોંચ્યો - તેને જાણવા મળ્યું કે, જ્યારે ઈસુએ આ શબ્દો કહ્યા હતા, ત્યારે તેના પુત્રને તાવ ઉતરી ગયો હતો.

ઈસુમાં વિશ્વાસ કરવાનું કેટલું મહાન કારણ!

`જો આપણે કોઈ ચમત્કાર જોવો હોય તો પણ તે ઈશ્વર તરફથી છે એમ માની લેતા પહેલા આપણે બીજા કયા માપદંડો પર ધ્યાન આપવું જોઈએ?`
16 changes: 16 additions & 0 deletions src/gu/2024-04/01/04.md
Original file line number Diff line number Diff line change
@@ -0,0 +1,16 @@
---
title: બેથેસ્દાના કુંડ પરનો ચમત્કાર
date: 01/10/2024
---

યોહાનના એહેવાલમાં આગળની નિશાની બેથેસ્નાદાના કુંડ ખાતે થઈ હતી (યોહાન ૫:૧-૯). એવું માનવામાં આવતું હતું કે એક દેવદૂત પાણીને હલાવે છે અને પાણીમાં પ્રથમ પ્રવેશનાર બીમાર વ્યક્તિ સાજી થઈ જાય છે. પરિણામે, કુંડની પરસાળ પર આગામી ઘટનામાં સાજા થવાની આશા રાખનારાઓની ભીડ હતી. ઈસુ યરૂશાલેમ ગયા, અને જ્યારે તે કુંડ પાસેથી પસાર થતા હતા, ત્યારે તેમણે રાહ જોઈ રહેલા લોકોને જોયા.

તે પણ કેવું અદભૂત દ્રશ્ય રહ્યું હશે! આ બધા લોકો, કેટલાક ચોક્કસપણે તદ્દન બીમાર, રાહ જોઈ રહ્યા છે અને પાણીની પાસે રાહ જોઈ રહ્યા છે કે જેનો કોઈ ચોક્કસપણે ઈલાજ આવશે નહીં. ઈસુ માટે કેવી તક!

`યોહાન ૫:૧-૯ વાંચો. કારણ કે કુંડ પરની કોઈપણ વ્યક્તિ દેખીતી રીતે સ્વસ્થ થવા માંગતી હતી, ઈસુએ લકવાગ્રસ્તને શા માટે પૂછ્યું કે શું તે સાજો થવા માંગે છે (યોહન ૫:૬)?`

જ્યારે વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય છે, ત્યારે માંદગી સામાન્ય બની જાય છે. અને જે અજુગતું લાગે છે, તે અપંગતાને પાછળ છોડી દેવી કેટલીકવાર મુશ્કેલ લાગતું હોય છે. માણસ તેના જવાબમાં સૂચવે છે કે તે ઉપચાર ઈચ્છે છે. સમસ્યા એ છે કે તે તેને ખોટી જગ્યાએ શોધી રહ્યો છે - જ્યારે તે માણસના પગ બનાવનાર તે બરાબર તેની સામે ઊભા છે. તેની સાથે કોણ વાત કરી રહ્યું હતું તે માણસને બહુ ઓછી સમજ હતી; જોકે, સાજા થયા પછી, તે કદાચ સમજવા લાગ્યો હશે કે ઈસુ ખરેખર, કોઈક ખૂબ જ ખાસ હતા.

“ઈસુ આ પીડિતને તેમનામાં વિશ્વાસ રાખવા માટે કહેતા નથી. તે ફક્ત કહે છે, ‘ઊઠ, તારૂ બિછાનું ઊંચકીને ચાલ.’ પણ માણસનો વિશ્વાસ એ શબ્દને પકડી રાખે છે. દરેક ચેતા અને સ્નાયુઓ નવા જીવન સાથે રોમાંચિત થાય છે, અને તેના અપંગ અંગો પર ચમત્કારિક ક્રિયા થાય છે. કોઈ પ્રશ્ન વિના તે ખ્રિસ્તની આજ્ઞાનું પાલન કરવા માટે તેની ઈચ્છા નક્કી કરે છે, અને તેના તમામ સ્નાયુઓ તેની ઈચ્છાને પ્રતિભાવ કરે છે. તેના પગ પર સ્થિતિસ્થાપકતા આવી તે પોતાને એક સક્રિય માણસ તરીકે જોઈ શકે છે. . . . ઈસુએ તેને દૈવી મદદની કોઈ ખાતરી આપી ન હતી. માણસ શંકા કરવાનું બંધ કરી શકે છે, અને તેની સારવારની એક તક ગુમાવી દઈ શકે છે. પરંતુ તેણે ખ્રિસ્તના શબ્દ પર વિશ્વાસ કર્યો, અને તેમને કાર્ય કરવા દીધું ને તેને શક્તિ પ્રાપ્ત થઈ.” -એલેન જી. વ્હાઇટ, ધ ડિઝાયર ઓફ એજીસ, પૃષ્ઠ ૨૦૨, ૨૦૩.

`ઈસુએ પછીથી મંદિરમાં તે માણસનો સામનો કર્યો અને કહ્યું, “‘તું સાજો થયો છે. વધુ પાપ ન કર, જેથી રખેને તારા પર વધુ વિપત્તિ આવી પડે." (યોહાન ૫:૧૪) માંદગી અને પાપ વચ્ચે શું સંબંધ છે? આપણે શા માટે સમજવું જોઈએ કે આપણા જીવનમાં બધી બીમારીઓ ચોક્કસ પાપોનું સીધું પરિણામ નથી?`
Loading

0 comments on commit bc6546c

Please sign in to comment.